ગર્ભ વિકાસનો દ્વિતીય માસ

ગર્ભસ્થ શિશુનો વિકાસ

  1. અંદાજીત ગર્ભાધાનના 21માં દિવસે એટલે કે પાંચમાં અથવાડિયાની સગર્ભાવસ્થામાં શિશુનું હૃદય ધબકવાનું શરુ કરશે.
  2. હૃદય હવે ધીમે ધીમે વિક્સીત બની ચાર ખાનાવાળુ બની જશે. જે જીવનભર રક્ત સંચાર કરશે.
  3. શિશુનાં હાથ તથા પગ જેમાંથી બનશે તે શરીરના ભાગો બનવાનું પ્રારંભિક માળખુ બનશે. ધીમે-ધીમે હાથ-પગ-આંગળી-નખ બનશે.
  4. ગર્ભનાળનું સર્જન થશે જે માતામાંથી પોષક દ્રવ્યો માતાને શુધ્ધિકરણ અને નિકાલ માટે આપશે.
  5. મગજનો વિકાસ ખૂબ ઝડપી હોવાથી મસ્તક શારીરીક માળખામાં સૌથી વધુ મોટુ જણાય છે.
  6. આવનારા મહિનાઓમાં આપના શિશુના મગજમાં લગભગ 10 કરોડ ચેતાકોષ બનશે. છેને અદભૂત...!
  7. શિશુના આંખ-કાન-નાક્નું ભાવિ માળખુ તૈયાર થશે.
  8. આંખના લેંસ અને રેટીના નાકના નસકોરા વિ. અતિ પ્રારંભિક અવસ્થામાં બની ચૂક્યા હશે.
  9. શિશુનાં આંતરડા શરુઆતની અવસ્થામાં ગર્ભનાળના માળખામાં બની ધીરે- ધીરે પેટના ભાગમાં આવશે.
  10. બીજા માસના અંતે ગર્ભસ્થ શિશુ લગભગ અડધા ઈંચની લંબાઈવાળુ અને અંદાજીત 1 ગ્રામ વજનનુ હશે.

માતાના શારીરીક ફેરફાર

  1. આપના વજનમાં અડધાથી એક કિલોનો વધારો થશે.
  2. આપની કમર અને સ્તનનો ઘેરાવો વધશે.
  3. યોનિદ્વાર આસપાસની કોશિકાઓ ભૂરી જણાઈ શકે છે.
  4. યોનિ વાટે આવતુ પ્રવાહી પ્રમાણમાં જાડુ અને ચીકાશ વાળુ હોય શકે છે.
  5. વિકસતુ ગર્ભાશય આગળ ઉપર મૂત્રાશય પર દબાણ કરે છે. આથી આપને વારંવાર પેશાબ કરવા જવુ પડશે.
  6. સગર્ભાવસ્થા સાથે સંકળાયેલ ઉલ્ટી-ઉબકાથી આપ કદાચ પરેશાન થઈ ગયા હશો.

સમજુ માતાની જવાબદારી

  • વ્યવસ્થિત રીતે નિર્ધારીત સમયાંતરે આપના પ્રસુતિ વિશેષજ્ઞને ચેક અપ માટે મળતા રહો.
  • નિયમિત પણે હલવો વ્યાયામ- ચાલવાનું – તરવાનું વિ. કસરતો ચાલુ રાખો.
  • સ્વસ્થ સંતુલિત આહાર લો. પ્રતિ દિન 6-8 ગ્લાસ પાણી પીવો.
  • ડોક્ટરે સુચિત દવા કે વિટામીન લેવાનું ભૂલશો નહિ.
  • પેઈંટ માટેના રંગો-સ્પ્રે- અને જંતુ નાશક દવાઓ થી દૂર રહેશો.
  • ગર્ભાવસ્થા વિશેનું સામાન્ય જ્ઞાન પીરસતા પુસ્તકો વેબસાઈટ જોવાનું ચાલુ કરો.
  • અનુભવી મિત્રો કે સગાસંબધી સાથે બેસી સગર્ભાવસ્થા વિશે જ્ઞાન મળે તેવી ચર્ચા કરો.
  • જરુરી લેબોરેટરી તપાસ જેવીકે હિમોગ્લોબીન- બ્લડ ગ્રુપ – કમ્પ્લીટ બ્લડ કાઉંટ- પેશાબ તપાસ – થેલેસેમીયા માટે તપાસ વિ. તબીબી સલાહ અનુસાર કરાવી લો.

No comments:

Post a Comment