ગર્ભસ્થ શિશુનો વિકાસ
- ગર્ભસ્થ શિશુ હવે મહદ અંશે એક માનવબાળની સૂક્ષ્મ પ્રતિકૃતિ જેવુ લાગે છે.
- માથુ આંખ-કાન-નાક વિ. ચહેરાઅની રુપરેખા લગભગ નિર્ધારિત બનશે.
- હાડકા અને સ્નાયુઓની ગોઠવણ શરીરનું માળખાકિય બંધારણ યોગ્ય રીતે ગોઠવવાનું ચાલુ થશે.
- ઘણાંખરા હાડકાના જોડાણો-સાંધા બની ચૂક્યાઅ હશે જેથી શિશુ થોડી પ્રાથમિક કક્ષાનું હલનચલન કરશે. પરંતુ આ ખૂબજ સૂક્ષ્મ અને ક્ષણિક હલન ચલન હોવાથી આપને આનો અહેસાસ થશે નહિ.
- મગજના સુપર સ્પીડે થતા વિકાસને લીધે માથાનું કદ શરીરની કુલ લંબાઈના 50% જેટલુ થઈ જશે. મગજમાં ઈલેક્ટ્રૈક પ્રવાહોનું વહન જોવા મળે છે.
- આંખ મુખ્યત્વે બંધ રહે છે. આંખની આંતરિક રચના અને કીકીનો રંગ મહદ અંશે નિરધારીત બનશે.
- કાનનો બાહ્ય ભાગ પોતાનું આખરી રૂપ આપવા માળખાકીય રીતે સજ્જ બનશે.
- શરીરના આંતરીક અવયવોની પ્રારંભિક રૂપરેખા-રચના પૂર્ણ થશે.
- શિશુનું હૃદય હવે 120-160/ મિનિટ ધબકશે. જે ડોપલર મશીન થી સાંભળી શકાય છે. આવા સમયે શિશુનો કાર્ડીયોગ્રામ પણ શક્ય છે.
- આંતરડાની પ્રારંભિક રચના બની તે શિશુના શરીરમાં ધીરે-ધીરે યોગ્ય સ્થળે ગોઠવાશે.
- યકૃત-સ્વાદુપિંડ વિ. કાર્ય કરવાની શરુઆત કરશે.
- હાથ- પગની આંગળીમાં નખ તથા શરીર પર વાળનું સર્જન થશે.
- આ માસના અંતે શિશુની લંબાઈ લગભાગ 2 ઈંચ અને વજન અંદાજે 14 ગ્રામ થશે...!
- અભિનંદન...! શિસુની રચનાનું માળખાકીય કાર્ય અહિં પૂર્ણ થશે. શરીર રચનાની ખોડખાંપણ મુખ્યત્વે પ્રથમ ત્રણ માસમાં જ સર્જાતી હોય છે અને તે વધુ ગંભીર હોય છે. આથી હવે આપ થોડા નિશ્ચિંત થઈ શકો છો.
માતાના શારીરીક ફેરફાર
- ગર્ભાશયમાઅં શિશુ જે કોથળીનુમા આવરણમાં છે તેમાં પ્રવાહી દ્રવ્ય- એમ્નિઓટીક ફ્લ્યુઈડ અંદાજે 50 મિલિ જેટલુ થશે. શિશુ તેમાં તરતુ હોય છે
- ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભાશયનું કદ પણ વધતુ હોય છે. પરંતુ હજુ તે પેડુના ભાગે પ્યુબિક બોન લગોલગ રહેશે. જે પેતની તપાસ દરમ્યાન નિષ્ણાંત તપાસી શકે છે.
- આપને વધુ ભૂખ લાગશે. પરંતુ ખાવાના વિવિધ ટેસ્ટ પ્રત્યે થોડુ ખેંચતાણ અને કોઈ એક સ્વાદ વધ પસંદ પડી શકે
- મહિનાના અંત સુધીમાં આપની ઉલ્ટીની સમસ્યા થોડી હળવી બનશે.
- થાક અને પરસેવો વધુ થશે.
- સ્વભાવમાં થોડુ પરિવર્તન કે વિનાકારણ ક્યારેક કિડીયાપણુ કે બેચેની જોવા મળી શકે છે.
- ઘણા કિસ્સામાં મહિનાના અંત સુધીમાં કબજીયાત રહેવાનું ચાલુ થશે.
સમજુ માતાની જવાબદારી
- યોગ્ય તબીબી સલાહ લેતા રહો.
- સ્વાદાનુસાર યોગ્ય અને સંતુલિત આહાર લેશો.
- હળવો વ્યાયામ કરાવાનુ ચાલુ રાખશો.
- પ્રસુતિ નું આર્થિક અને સામાજિક આયોજન વિચારવાનું શરુ કરો.
No comments:
Post a Comment